આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સી.આર.સી કક્ષાના કલા ઉત્સવ ની ઉજવણી ગોપાલપુરા પ્રાથમિક શાળામાં કરવામાં આવી જેમાં સી.આર.સી અંતર્ગત આવતી ધોરણ ૬ થી ૮ ની તમામ શાળાઓએ ભાગ લીધો હતો કલા ઉત્સવ અંતર્ગત દેશના “સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ” – ચિત્ર સ્પર્ધા, “સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્થાનિક કથાઓ”- નિબંધ સ્પર્ધા, “સ્થાનિક સેનાનીઓનું યોગદાન”- વકતૃત્વ, “રાષ્ટ્રીય શાયર ‘શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્યો’ -શૌર્યગીત – કાવ્યગાનની સ્પર્ધાઓ યોજવામાં આવી સ્પર્ધાના અંતે પ્રમાણપત્ર તથા ઇનામ આપવામાં આવ્યા. કાર્યક્રમમાં સીઆરસી કોઓર્ડીનેટર જયેશકુમાર એમ.રાઠોડ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું તથા તમામ 32 સ્પર્ધકોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા....